આર્ટ્સ કોલેજ અંદ્રોખા ખાતે પ્રવેશોત્સવ ઉજવાયો

આર.કે. પટેલ શિક્ષણ સંકુલ અદ્રોખામાં આજરોજ નવીન પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ . પરેશભાઈ પટેલ બી.એડ્. કોલેજના પ્રા.પંકજભાઈ પરમાર ની ઉપસ્થિતિમાં કોલેજમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું આશીર્વાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડૉ .અરૂણભાઇ પટેલે મહેમાનનો શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમ જ પ્રા.પ્રેમદાસ ગરાસિયા સાહેબે પ્રસંગ સંબંધીત ઉદબોધન આપ્યું હતું. અંતે ડૉ .નરેશભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રાધ્યાપીકા મોનાલીબેન પંચાલે કર્યું હતું. આર્ટ્સ કોલેજ અંદ્રોખાના સર્વે અધ્યાપકોના તથા પ્રયત્નોથી કાર્યક્રમની સફળ ઉજવણી કરવામાં આવી હતી.







પત્રકાર -પંકજકુમાર પરમાર વિજયનગર
ઝલક ગુજરાતી ન્યૂઝ


