Saturday, August 1, 2026

National

spot_img

વિજયનગર તાલુકાની આર.કે. પટેલ શિક્ષણ સંકુલ અંદ્રોખા કોલેજ ખાતે ‘નારી વંદન ઉત્સવ ૨૦૨૬’ અંતર્ગત ‘મહિલા સુરક્ષા દિવસ’ની ઉજવણી કરાઈ

વિજયનગરની આર.કે . પટેલ શિક્ષણ સંકુલ અંદ્રોખા કોલેજ ખાતે ‘નારી વંદન ઉત્સવ ૨૦૨૬’ અંતર્ગત ‘મહિલા સુરક્ષા દિવસ’ની ઉજવણી કરાઈ

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર સ્થિત આર.કે . પટેલ અંદ્રોખા કોલેજ કેમ્પસ ખાતે ‘નારી વંદન ઉત્સવ ૨૦૨૬’ અંતર્ગત ‘મહિલા સુરક્ષા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ પર વિશિષ્ટ સેમિનાર, સાયબર સિક્યુરિટી અને સેલ્ફ ડિફેન્સ વિષય પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ ઉજવણીમાં ૧૧૩ જેટલી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાનો, ડિજિટલ યુગમાં સાયબર સલામતી અને સ્વ-રક્ષણ અંગે માર્ગદર્શન આપવાનો તેમજ સરકારશ્રીની વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓની માહિતી છેવાડાની મહિલાઓ સુધી પહોંચાડવાનો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત તજજ્ઞો દ્વારા મહિલાઓને ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ હેઠળ મળતા કાયદાકીય કવચ અને અધિકારો વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી, જેથી તેઓ કોઈપણ પ્રકારના શોષણ સામે નિડર બનીને અવાજ ઉઠાવી શકે. સાથે જ, વર્તમાન સમયમાં વધતા જતા ઓનલાઇન ફ્રોડ અને સોશિયલ મીડિયાના જોખમોથી બચવા માટે સાયબર સેફ્ટીના મહત્વપૂર્ણ નિયમો અને કટોકટીના સમયે સ્વ-રક્ષણ માટે સેલ્ફ ડિફેન્સની વ્યવહારુ ટેકનિકો શીખવવામાં આવી હતી.

આ ઉપરાંત, મહિલાઓ આત્મનિર્ભર અને સશક્ત બને તે હેતુથી SHE Team, ઢેવ અને ઓસક (વન સ્ટોપ સેન્ટર) ની સેવાઓ તેમજ સરકારશ્રીની વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ અને સહાય વિશે સચોટ માહિતી પૂરી પાડીને સુરક્ષા તથા સંપૂર્ણ સહયોગની ખાતરી આપવામાં આવી હતી.

આ જાગૃતિ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી બબુબેન રબારી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડો. પ્રજ્ઞાબેન ત્રિવેદી,ઉખલા ડુંગરી ગામના સરપંચશ્રી રેણુકાબેન ગુર્જર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સભ્યશ્રી રેખાબેન ત્રિવેદી, વિજયનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી ઋત્વીબેન જોષી, જિલ્લા સુરક્ષા સેતુમાંથી શ્રી જુજારસિંહ વાઘેલા તેમજ કોલેજના ટ્રસ્ટી શ્રી પરેશભાઈ પટેલ તેમજ SHE TEAM, DHEW અને OSC ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

પત્રકાર -પંકજકુમાર પરમાર વિજયનગર

તંત્રીશ્રી – નટવરભાઈ પરમાર કાલવણ વીજલાસણ

ઝલક ગુજરાતી ન્યૂઝ

International

RELATED ARTICLES