વિજયનગર ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું.
વિકાસ કમિશનરશ્રીના પત્ર મુજબ મહિનાના પ્રથમ શનિવાર અને રવિવારના રોજ સફાઈ ઝુંબેશના ભાગ રૂપે દરેક ગામોમાં સ્થળ નક્કી કરી મહાનુભાવો ને આમંત્રણ આપી સફાઈ કરવાની સૂચના આપવામાં આવેલ હતી.


જે મુજબ આજ રોજ વિજયનગર ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયતના પાછળના ભાગે જ્યાં ઘણા સમયથી ગંદકી થયેલ હોઈ ત્યાં સાફ સફાઈ કરવામાં આવી અને જ્યાં હાથથી સફાઈ થઈ શકે તેમ ન હોઈ જે.સી.બી. દ્વારા સફાઈ કરવામાં આવી. જેમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, ઉપ સરપંચશ્રી, તલાટીશ્રી અને અન્ય સ્ટાફ તેમજ લોકો હાજર રહેલા હતા.







પત્રકાર – પંકજકુમાર પરમાર વિજયનગર
ઝલક ગુજરાતી ન્યૂઝ


