Saturday, August 1, 2026

National

spot_img

વિજયનગરની પીએમ શ્રી શાળા નં-૨ માં ઉત્સાહભેર ઉજવાયો ‘શાળા પ્રવેશોત્સવ’: ભૂલકાંઓનું કુમકુમ તિલકથી સ્વાગત

વિજયનગર:
ગુજરાત રાજ્યભરમાં ચાલી રહેલા શૈક્ષણિક મહોત્સવ અંતર્ગત વિજયનગર તાલુકાની પી.એમ. શ્રી શાળા નંબર-૨ ખાતે આજરોજ ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના આંગણે પ્રથમ પગલું મૂકનાર નાના ભૂલકાંઓને કુમકુમ તિલક અને મીઠાઈ ખવડાવીને આવકારવામાં આવ્યા હતા.

મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ
કાર્યક્રમને દીપ પ્રગટાવીને ખુલ્લો મૂકવા માટે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્ય મહેમાન તરીકે સાબરકાંઠા જિલ્લા પંચાયતના દંડક શ્રી મયુરભાઈ શાહ વિશેષ રૂપે હાજર રહ્યા હતા. તેમની સાથે વિજયનગરના સરપંચ શ્રીમતી મંજુલાબેન પટેલ, જાણીતા એડવોકેટ શ્રી મહેશભાઈ ભગોરા, આંગણવાડી કેન્દ્ર વિજયનગરના સી.ડી.પી.ઓ. અધિકારી, સી.આર.સી. કો-ઓર્ડિનેટર નિશાબેન શાહ તેમજ એસ.એમ.સી. (શાળા વ્યવસ્થાપન સમિતિ)ના અધ્યક્ષ શ્રી નરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

શિક્ષણ અને સુસંસ્કારની અપીલ
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમને પ્રાથમિક સ્તરથી જ શ્રેષ્ઠ શિક્ષણ અને સંસ્કાર મળે તે ખૂબ જરૂરી છે. મહાનુભાવોના હસ્તે નવપ્રવેશી બાળકોને શૈક્ષણિક કીટ અને રમકડાં આપી પ્રોત્સાહિત કરાયા હતા.

સ્ટાફ અને ગ્રામજનોનો સહયોગ
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના મુખ્ય આચાર્ય શ્રી દિલીપભાઈ પટેલિયા તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફ અને મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. સ્થાનિક વાલીઓ અને ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં હાજર રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. અંતમાં આચાર્યશ્રીએ તમામ મહેમાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

પત્રકાર -પંકજકુમાર પરમાર વિજયનગર

ઝલક ગુજરાતી ન્યૂઝ

International

RELATED ARTICLES