Monday, August 3, 2026

National

spot_img

વિજયનગરતાલુકા પરોસડા ગુલાબપુરા પંથકમાં અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી, વાંગાઓમાં પૂરજોશમાં પાણી વહ્યા

વિજયનગર:

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પંથકમાં લાંબા સમયની પ્રતીક્ષા અને અસહ્ય ઉકળાટ બાદ આખરે ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે.

વિજયનગર તાલુકાના પરોસડા અને ગુલાબપુરા કંપા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. બપોરના સમયે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું.

ત્યારબાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.વાંગાઓમાં નવા નીરની આવક, ખેડૂતોમાં ખુશીનો માહોલઆ સીઝનના પ્રથમ જ ધમાકેદાર વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતા સ્થાનિક વાંગાઓ (કોતરો) પાણીથી ઉભરાઈ ગયા હતા અને તેમાં પૂરજોશમાં પાણી વહેતા થયા હતા.

લાંબા સમયના વિરામ બાદ વાંગાઓમાં પાણીની આટલી મોટી અને જોરદાર આવક થતાં સ્થાનિક ગ્રામજનો સહિત ધરતીપુત્રોમાં ભારે આનંદની હેલી જોવા મળી રહી છે.

આ વરસાદ ખેતીના પાક માટે ખૂબ જ અમૃતસમાન સાબિત થશે તેવી આશા સેવાઈ રહી છે.માર્ગો પર પાણી ફર્યા, વાતાવરણમાં પ્રસરી ઠંડકધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય પંથકના નીચાણવાળા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જેના લીધે વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી હતી પરંતુ લાંબા સમયથી ગરમીથી તોબા પોકારી ગયેલા લોકોને મોટી રાહત મળી છે..

વરસાદ પડતાં જ સમગ્ર વિજયનગર પંથકમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને વાતાવરણ આહલાદક બની ગયું છે.

અહેવાલ: જીજ્ઞેશકુમાર, વિજયનગર

તન્ત્રી -નટવરભાઈ પરમાર કાલવણ વસાહત

ઝલક ગુજરાતી ન્યૂઝ

International

RELATED ARTICLES