Saturday, August 1, 2026

National

spot_img

વિજયનગર જૈન પાઠશાળાના નાના-મોટા બાલકો ભક્તિભાવનો અનેરો સ્વાગત નૃત્ય માં ભાગ લીધો હતો

​વિજયનગરમાં જૈન સંતોનું ઐતિહાસિક સામૈયું: ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ભવ્ય મંગલ પ્રવેશ સંપન્ન
​વિજયનગર:
વિજયનગર દિગંબર જૈન સમાજના ઇતિહાસમાં આજે એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું છે. નગરમાં પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય, શાસન પ્રભાવક આચાર્ય ૧૦૮ શ્રી મયંકસાગરજી મહારાજ સાહેબ સસંઘ (૩ મુનિવરાજ અને ૧ આર્યિકા માતાજી) તેમજ બાલયોગિની, વાત્સલ્યમૂર્તિ પરમ પૂજ્ય આર્યિકા ૧૦૫ શ્રી સુનંદામતિ માતાજીનું ભવ્ય અને અભૂતાપૂર્વ મંગલ સામૈયું યોજાયું હતું. પૂજ્ય સંતોના પાવન પગલાં થતાં જ સમગ્ર વિજયનગરી ગુરુ ભક્તિના રંગે રંગાઈ ગઈ હતી.
​વાજતે-ગાજતે ભવ્ય નગર યાત્રા:.

આ મંગલ પ્રવેશોત્સવની શરૂઆત સવારે ૦૯:૧૫ કલાકે ટેલિફોન એક્સચેન્જ પાસેથી થઈ હતી, જ્યાં સમગ્ર જૈન સમાજે એકત્રિત થઈને ગગનભેદી જયઘોષ સાથે પૂજ્ય ગુરુ ભગવંતોને પ્રથમ અર્ઘ્ય સમર્પણ કર્યું હતું. ત્યાંથી પ્રારંભ થયેલી ભવ્ય નગર યાત્રા પ્રાથમિક શાળા પુલીયા, વાગોળીયા વડલા અને પેલેસ રોડ થઈને મુખ્ય દેરાસરજી તરફ આગળ વધી હતી. માર્ગમાં ઠેર-ઠેર પરિવારો દ્વારા પૂજ્ય સંતોના પાદ પ્રક્ષાલન, પુષ્પવૃષ્ટિ અને મંગલ આરતી ઉતારી ભાવભર્યા વધામણાં કરવામાં આવ્યા હતા.
​સાંસ્કૃતિક અને ભક્તિમય આકર્ષણો:
આ ભવ્ય સામૈયામાં જૈન સમાજના મહિલા મંડળો દ્વારા પરંપરાગત વેશભૂષામાં આકર્ષક દાંડિયા રાસની રમઝટ બોલાવવામાં આવી હતી, જ્યારે યુવા મંડળો દ્વારા ઉત્સાહભેર લેઝીમ નૃત્ય રજૂ કરી વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. સમગ્ર માર્ગ દરમિયાન શ્રાવકો દ્વારા કરવામાં આવેલા અખંડ મંગલ ધૂન અને મંત્રોચ્ચારે વાતાવરણમાં પવિત્રતા ઘોળી દીધી હતી. સમગ્ર રૂટ પર શ્રાવકોએ પોતાના આંગણે કલાત્મક રંગોળીઓ સજાવી હતી.
​દેરાસરમાં પ્રવેશ, પ્રવચન અને મંગલ સભા:
નગર ભ્રમણના અંતે પૂજ્ય સંત સંઘે પરમ પવિત્ર ૧૦૦૮ શ્રી આદિનાથ દિગંબર જૈન બીસપંથી દેરાસરમાં મંગલ પ્રવેશ કર્યો હતો, જ્યાં બહેનો દ્વારા ભવ્ય સામૂહિક આરતી કરવામાં આવી હતી.
​ત્યારબાદ આયોજિત ભક્તિ સભામાં પરમ પૂજ્ય આચાર્ય ૧૦૮ શ્રી મયંકસાગરજી મહારાજ સાહેબ તેમજ પરમ પૂજ્ય આર્યિકા ૧૦૫ શ્રી સુનંદામતિ માતાજીનું મંગલ પ્રવચન (દિવ્ય દેશના) યોજાયું હતું. પૂજ્ય સંતોએ પોતાના અમૃત પ્રવચનમાં ચાતુર્માસ દરમિયાન ધર્મ, સંયમ, તપ અને આત્મ-કલ્યાણના માર્ગ પર ચાલવાની સુંદર પ્રેરણા આપી સમગ્ર સમાજને આશીર્વાદિત કર્યો હતો.
​આ પ્રસંગે શ્રી સમસ્ત દિગંબર જૈન પંચ મહાજન, વિજયનગરના પ્રમુખ અને ‘ફેડરેશન ઓફ હુમડ જૈન સમાજ’ના રાષ્ટ્રીય સચિવે પોતાના સંબોધનમાં વર્ષ ૧૯૯૯ના ઐતિહાસિક ચાતુર્માસ, પૂજ્ય આચાર્યશ્રી રયણસાગરજી મહારાજના સાનિધ્યમાં થયેલા મહામૃત્યુંજય અને ધર્મચક્ર વિધાનના દિવ્ય સ્મરણો તાજા કર્યા હતા. સાથે જ, વર્ષ ૧૯૯૪માં પૂજ્ય આર્યિકા સુનંદામતિ માતાજીના દીક્ષા સમયે વિજયનગરમાં જ પૂજ્ય આચાર્ય શ્રી સુબાહુસાગરજી મહારાજના સાનિધ્યમાં યોજાયેલી હુમડ સમાજની પ્રથમ ઐતિહાસિક સભા અને આંતરરાષ્ટ્રીય સંગઠન (ફેડરેશન)ની સ્થાપનાના ગૌરવવંતા ઇતિહાસને યાદ કરી અહોભાવ વ્યક્ત કર્યો હતો.
​ઈડર મુકામે જેઓનો ચાતુર્માસ સ્થાપિત છે તેવા પૂજ્ય આચાર્ય શ્રી મયંકસાગરજી મહારાજ સસંઘના આ ૨-૩ દિવસના ટૂંકા પાવન પ્રવાસ અને પૂજ્ય આર્યિકા સુનંદામતિ માતાજીના ચાતુર્માસ મંગલ પ્રવેશથી સમગ્ર વિજયનગર જૈન સમાજમાં અદભુત આનંદ, આસ્થા અને ધર્મ પ્રભાવનાનો માહોલ છવાઈ ગયો છે.

અહેવાલ -રાહુલભાઈ શાહ વિજયનગર

તંત્રી – નટવરભાઈ પરમાર કાલવણ વીજલાસણ

ઝલક ગુજરાતી ન્યૂઝ

International

RELATED ARTICLES