વિજયનગર છતરીયા થી બસ સ્ટેન્ડ વિસ્તારના રસ્તા ઉપર ના દબાણો દુર કરાયા.

આજ રોજ વિજયનગર મુખ્ય બજાર છતરીયા થી વિજયનગર બસ સ્ટેન્ડ સુધી ના રસ્તા ઉપર ના દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી આ દબાણો દુર કરવાની આ કામગીરી માં સમગ્ર વહીવટી તંત્ર ખડે પગે ઉભું રહ્યું હતું. કોઈ પણ જાતની સેહ શરમ રાખ્યા વગર નીતિ નિયમો ને આધીન આ દબાણ દુર કરાયા હતા.


આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વિજયનગર ગ્રામપંચાયત સરપંચ મંજુલાબેન પટેલા તેમજ એમની બોડી અને તલાટી કમ મંત્રી જોસીયારા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. નિષ્પક્ષ પણે કરવામાં આવેલી કામગીરી થી ગ્રામજનો એ સમગ્ર પંચાયત તેમજ તલાટી સાહેબ ના કાર્ય ની પ્રસંસા કરી હતી. લોકો ના ટોળાં આ કાર્યવાહી ને નિહાળવા પહોંચ્યા હતા. આ કામગીરી થી હવૅ બસ બસસ્ટેન્ડ સુધી આવશે અને તાલુકા ની મુસાફર જનતા ને એનો લાભ મળશે વેપારી ની મુશ્કેલી નો પણ અંતઃ આવશે.આ દબાણ અંગે વારંવાર ની રજુઆત તેમજ સ્વાગત કાર્યક્રમ માં જાગૃત નાગરિક ની રજુઆત ના કારણે આ દબાણ દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વિજયનગર psi એ. વી. જોશી તેમજ પોલીસ સ્ટાફ અને ફાયરબ્રિગેડ ના જવાનો હાજર રહ્યા હતા

પત્રકાર -પંકજકુમાર કે. પરમાર વિજયનગર
ઝલક ગુજરાત ન્યૂઝ


