વિજયનગર તાલુકા ના બી. આર. સી. કોર્ડીનેટર શાહ ર્ડો કૌશિકભાઇ બાબુલાલ અને સી.આર. સી. એમના ધર્મ પત્ની નિશાબેન પોતે શિક્ષણ સાથે જોડાયેલા છે.અને શિક્ષણ ની ઉત્તમ સેવા બજાવી રહ્યા છે

પોતે ભલે બી. આર. સી. અને સી. આર. સી. ની ફરજ બજાવે છે પરંતુ રહ્યા શિક્ષણ ના જીવ અને સમાજ પ્રત્યે ના ઋણ ને સમજે છે. દીકરા ર્ડો. સમર્થ ના લગ્ન માં જાહોજલાલી તો કરવાના પણ સાથે એક સમાજ માટે પ્રેરણાદાયક કાર્ય કર્યું. તાલુકા ના દિવ્યાંગ બાળકો ને આમન્ત્રણ આપ્યું ભોજન કરાવ્યું

સાથેલોકસભા ના સાંસદ બેન શોભના બેન બારૈયા ના હસ્તે એમનું સન્માન કર્યું અને એમના મનોરંજન માટે ખાસ પ્રકાર ના મનોરંજન ના સાધનો ની વ્યવસ્થા કરી. આ પ્રકાર ના સ્વાગત થી દિવ્યાંગ બાળકો ના અનેરી ખુશી છવાઈ હતી. આ કાર્યક્રમ માં આમન્ત્રિત મહેમાનો તેમજ લોકસભા સાંસદ શોભનાબેન વિજયનગર તાલુકા ભાજપ પ્રમુખ ર્ડો પરેશભાઈ પટેલ તેમજ પૂર્વ ભાજપ પ્રમુખ મયુરભાઈ શાહ કેજેઓ ર્ડો સમર્થ ના મામા છે એ અને સમગ્ર શાહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.તાલુકા ની પુરી ટીમ હાજર રહી આ ઉમદા કાર્ય ને બિરદાવ્યું હતું. સમગ્ર વિજયનગર તાલુકા ના શિક્ષણ આલમે તેમજ લોકો એ આ ઉમદા કાર્ય ની પ્રસંસા કરી હતી.


પત્રકાર -પંકજકુમાર કે. પરમાર વિજયનગર
ઝલક ગુજરાતી ન્યૂઝ


