Tuesday, August 4, 2026

National

spot_img

વિજયનગર તાલુકા પંચાયતની ચૂંટણી: પ્રમુખ પદે શૈલેષભાઈ બારા અને ઉપપ્રમુખ પદે શૈલેષ બોડાતની વરણી, ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરાયા

વિજયનગર:
વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના વિવિધ મહત્વના હોદ્દાઓ માટે આજરોજ સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા સત્તાવાર મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે. પક્ષના આદેશ અનુસાર તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ ઉત્સાહભેર પોતાના ઉમેદવારી ફોર્મ તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂ કર્યા હતા.

જિલ્લા ભાજપ સંગઠન દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટ અનુસાર નીચે મુજબના સભ્યોની વિવિધ પદો પર પસંદગી કરવામાં આવી છે:

  • તાલુકા પંચાયત પ્રમુખ: શૈલેષભાઈ બેચરભાઈ બારા (નાલશેરી)
  • તાલુકા પંચાયત ઉપપ્રમુખ: શૈલેષ ચંદુભાઈ બોડાત (ચિઠોડા)
  • કારોબારી અધ્યક્ષ: ડૉ. હિતેશકુમાર રામજીભાઈ પટેલ (વિજયનગર)
  • પક્ષના દંડક (વ્હીપ): સજનબેન ગુમાનસિંહ સોલંકી (વસાઈ)
  • શાસક પક્ષના નેતા: માયાબેન ચીમનભાઈ ભગોરા (પરોસડા)

મેન્ડેટની પ્રક્રિયા પૂર્ણ થતાં જ પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારોએ વિધિવત રીતે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ફોર્મ ભર્યા હતા. આ પ્રસંગે ‘ભારત માતા કી જય’ અને પક્ષના સમર્થનમાં નારાઓ લગાવવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર તાલુકા પંચાયત પરિસર ગુંજી ઉઠ્યું હતું.

પક્ષના વરિષ્ઠ આગેવાનો દ્વારા અભિનંદન વર્ષા
વિજયનગર તાલુકા પંચાયતમાં ભાજપ પક્ષના આ તમામ નવનિયુક્ત હોદ્દેદારોની જાહેરાત થતાં જ કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, વિજયનગર તાલુકા પ્રભારી અશોકભાઈ જોશી તેમજ તાલુકા પક્ષ પ્રમુખ ડૉ. પરેશભાઈ પટેલ દ્વારા તમામ નવનિયુક્ત પદાધિકારીઓને પુષ્પગુચ્છ આપી મોં મીઠું કરાવીને ઉજ્જવળ કાર્યકાળ માટે હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આગેવાનોએ આશા વ્યક્ત કરી હતી કે નવી ટીમ વિજયનગર તાલુકાના વિકાસ કાર્યોને વધુ વેગ આપશે.

પત્રકાર -પંકજકુમાર પરમાર વિજયનગર

ઝલક ગુજરાતી

International

RELATED ARTICLES