🏆 રોહિત સમાજનું ગૌરવ: સોનાલીબેન બન્યા આસિસ્ટન્ટ એન્જીનીયર
🏆રોહિત સમાજની દીકરીએ વધાર્યું માન, મેળવી મોટી સફળતા!
અત્યંત આનંદ અને ગૌરવ સાથે જણાવવાનું કે આપણા રોહિત સમાજની પરમાર કાંતિભાઈ મોતીભાઈ ગામ માંકડી તા દાંતા જિલ્લો બનાસકાંઠા કે જેઓ છાપી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ને ફરજ બજાવે છે તેમની અને આપણા રોહિત સમાજની દીકરી સોનાલીબેનની સરકારી સેવામાં ઉંચી પોસ્ટ ‘આસિસ્ટન્ટ એન્જીનીયર’ (Assistant Engineer) તરીકે ઉત્કૃષ્ટ પસંદગી થઈ છે. તેમના માતા પિતા, માંકડી ગામનું અને રોહિત સમાજનું ગૌરવ વધાર્યું છે ✨
દીકરીઓ માટે પ્રેરણારૂપ સફળતા:સોનાલીબેને પોતાની સખત મહેનત અને લગનથી આ મુકામ હાસિલ કરીને સાબિત કર્યું છે કે દીકરીઓ ધારે તે લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. તેઓ આજે રોહિત સમાજની દરેક દીકરી માટે એક ઉત્તમ ઉદાહરણ અને પ્રેરણાસ્ત્રોત બન્યા છે.💐 હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ:સમગ્ર સમાજ વતી સોનાલીબેનને આ ભવ્ય સફળતા બદલ ખૂબ-ખૂબ અભિનંદન! ઈશ્વર તેમને જીવનમાં વધુ ઊંચાઈઓ પ્રદાન કરે અને તેઓ ઉત્તરોત્તર આવી જ પ્રગતિ કરતા રહે તેવી હાર્દિક શુભકામનાઓ.જય હિંદ | જય રોહિત સમાજ
તંત્રી -નટવરભાઈ એમ પરમાર વીજલાસણ કાલવણ
ઝલક ગુજરાતી ન્યૂઝ


