સરસ્વતી હાઈસ્કૂલ અંદ્રોખા અને આર્ટસ કોલેજ અંદ્રોખા નર્સિંગ કૉલેજ નાં વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન શ્રી ને પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા.

વડાપ્રધાન નરેદ્રભાઈ મોદી દ્વારા તાજેતર માં થયેલ GST સુધારા સહકારવિભાગ માં સુધારા તેમજ સ્વદેશી ચળવળ માટે પોસ્ટ કાર્ડ લખી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શાળા અને કોલેજ નાં વિદ્યાર્થીઓ એ પોસ્ટ કાર્ડ દ્વારા વડાપ્રધાનશ્રી ને પોતાની લાગણી પહોંચાડી હતી.ઉત્સાહ ભેર આ કાર્ય માં વિદ્યાર્થીઓ જોડાયા હતા.આ પ્રસંગે સરસ્વતી હાઈસ્કૂલ અંદ્રોખા નાં પ્રિન્સિપાલ ર્ડો હિતેષભાઇ પટેલ અને આર્ટસ કોલેજ અંદ્રોખા નાં પ્રિન્સિપાલ ર્ડો પરેશભાઈ પટેલ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન શ્રી ની આ પહેલ થી દેશ આત્મ નિર્ભર બનશે એવી લાગણી વ્યક્ત કરી હતી.વડાપ્રધાન શ્રી નાં આ પગલાં થી દેશ પ્રગતિ નાં શિખરો સર કરશે તેમજ દેશ નાં અર્થ તંત્ર ને વેગ મળશે દેશ નાં સામાન્ય નાગરિક ને એનો લાભ મળશે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

પત્રકાર – પંકજકુમાર કે. પરમાર વિજયનગર