હિંમતનગર તાલુકા પંચાયત કચેરી ખાતે રક્તદાન કેમ્પમાં 24 યુનિટ રક્ત એકત્રિત કરાયું
સાબરકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારિશ્રી હર્ષદ વોરાના માર્ગદર્શન હેઠળ તેમજ GMERS હિંમતનગર ના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. જિલ્લાના જોખમી સગર્ભા માતાઓ, ગંભીર બિમારી ધરાવતા બાળકો, ટીબી, થેલેસેમીયા, સિકલસેલ તથા અન્ય ગંભીર બિમારીઓ સમયે જરુરતમંદ દર્દીઓને તાત્કાલિક લોહી મળી રહે તેવા ઉમદા હેતુસર યોજાયેલ કેમ્પમાં 24 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં હિમતનગરના ધારાસભ્યશ્રી વિનેન્દ્રસિંહ ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી હિતેશભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારિશ્રી,તાલુકા હેલ્થ ઓફિસરશ્રી,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સહિત સ્થાનિક લોક આગેવાનો અને અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
