GCERT દ્વારા રાજ્યના ધોરણ 3થી 8ના તમામ
‘શિક્ષક આવૃત્તિ’થી શિક્ષણને મળશે નવી દિશા…
GCERT દ્વારા રાજ્યના ધોરણ 3થી 8ના તમામ શિક્ષકોને ‘શિક્ષક આવૃત્તિના ઉપયોગ’ અંગે આગામી તા. 29 સપ્ટેમ્બર સુધી અપાશે તાલીમ…
NEP-2020 અને NCF-2023ના અમલીકરણમાં તેમજ બાળકોમાં સમસ્યા ઉકેલ, ટીમવર્ક, સંવાદ કૌશલ્ય, ડિજિટલ સાક્ષરતા જેવા કૌશલ્યો વિકસાવવામાં આ તાલીમ ખૂબ મદદરૂપ બનશે…
વિષયવાર તૈયાર કરાયેલી ધોરણ 3થી 8ની શિક્ષક આવૃત્તિઓ GCERTની વેબસાઈટ અને દીક્ષા પોર્ટલ પર ઉપલબ્ધ…
તાલીમના ઉદ્ઘાટન સત્રમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તથા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમારે સૌ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી; તાલીમના માર્ગદર્શન સેશનમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ વિડીયો સંદેશ પાઠવ્યો…