હિંમતનગર આઈ.ટી.આઈ ખાતે ચતૃર્થ કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર આઈ.ટી.આઈ ખાતે નાયબ પોલીસ અધિક્ષકશ્રીના અધ્યક્ષસ્થાને ચતૃર્થ કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.

ચતૃર્થ કૌશલ દીક્ષાંત સમારોહમાં કુલ ૧૭ ટ્રેડના ૫૨૦ તાલીમાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ તમામ ટ્રેડમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય આવનાર તાલીમાર્થીઓને મેડલ અને સર્ટીફીકેટ એનાયત કરાયા હતા.
આ સમારોહમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ. કે. પટેલ દ્વારા તાલીમાર્થીઓ કેળવણી પર ભાર મૂકી નશામુક્ત રહેવા તેમજ વર્તમાન સમયમાં થતા સાયબર ક્રાઈમ અંગે વાત કરી હતી. આ સાથે તાલીમાર્થીઓના ઉજવળ કારકિર્દી અંગે શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સમારોહમાં સંસ્થાના આચાર્ય સુશ્રી જે.એન. પુરોહિત તથા આચાર્યશ્રી બી.એમ. પટેલ દ્વારા તાલીમાર્થીઓને પ્રેરણાદાયક અને જીવન ઉપયોગી માર્ગદર્શન આપી આગળ વધવા પ્રેરણા આપી હતી.
આ સમારોહમાં હાંસલપુર ગામના સરપંચશ્રી અનિતાબેન પ્રજાપતિ,રોજગાર અધિકારીશ્રી એચ. એચ.ગઢવી,તલાટીશ્રી મીનલબેન તેમજ વિવિધ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
