માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મધ્યપ્રદેશના ધાર ખાતેથી ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાનનો શુભારંભ કરાવ્યો તેમજ દેશના નાગરિકોને પ્રેરક સંબોધન કર્યું…

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી માન. વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું…

‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાનના શુભારંભ પ્રસંગે રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રીએ મહાત્મા મંદિર ખાતે યોજાયેલા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પની પ્રત્યક્ષ મુલાકાત લીધી; સમગ્ર ગુજરાતમાં 1.41 લાખથી વધુ આરોગ્ય કેમ્પનું આયોજન કરાશે…

