ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા નો રૂરલ આઈ. ટી. ક્વીઝ કોન્ટેસ્ટ પ્રમુખ સ્વામી લોક વિજ્ઞાન કેન્દ્ર બડોલી મુકામે યોજાયો હતો.
જેમા જિલ્લાની વિવિધ શાળાઓ માંથી ધોરણ 9 થી 12 ના લગભગ 80 વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, વિજયનગરના ધોરણ 12 માં અભ્યાસ કરતા ગરાસિયા હાર્દિક કુમારે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ તે બદલ સંસ્થા ના વડા શ્રી મણીભાઈ પટેલ, મંત્રી શ્રી હરીશભાઈ પટેલ ,આચાર્ય શ્રી રમણભાઈ પટેલ તથા ગોવિંદ સિંહ ચુંડાવત દ્વારા રાજયકક્ષા ની સ્પર્ધામાં પસંદગી થવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
પત્રકાર -પંકજકુમાર કે પરમાર વિજયનગર