સુરેન્દ્રનગરના પાટડીનાં જીવણગઢ ગામની દીકરી આરતી નાગોહએ ટેકવોન્ડો સ્પર્ધામાં સુવર્ણ પદક જીતીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું…

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઓડિશામાં યોજાયેલ ‘ખેલો ઇન્ડિયા ગેમ્સ’માં આરતીને પોતાની પ્રતિભા સાબિત કરવાની સુવર્ણ તક મળી…
આરતીએ તાજેતરમાં સુરત ખાતે યોજાયેલ ખેલો ઇન્ડિયા અસ્મિતા લીગમાં ગોલ્ડ મેડલ તેમજ ઓડિશામાં કટક ખાતે યોજાયેલ ટેકવોન્ડો ચોથી સબ જુનિયર અને સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ 2025-26માં બ્રોન્ઝ મેડલ જીત્યાં…
