વિજયનગર માઈ મંડળ નાં ઉજવણી નાં 59માં વર્ષે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે ત્યારે ઓપરેશન સિંદૂર ની ભવ્ય સફળતા બાદ આખા ગુજરાત માં આ ઉજવણી નવરાત્રી દરમ્યાન યોજવાનાં રાજ્ય સરકાર નાં પ્રયત્નો ને વિજયનગર માઈ મંડળ દ્વારા પણ સહર્ષ સ્વીકારી ઓપરેશન સિંદૂર ની યાદ માં સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મંડપ ને તિરંગા થી શણગારવામાં આવ્યો હતો રંગોળી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઠીક 11કલાકે ઓપરેશન સિંદૂર નાં ગરબા નાં તાલે સૌ ગરબે રમ્યા હતા.

આ કાર્યક્રમ માં વિજયનગર psi એ. વી. જોશી સાહેબ એમના સ્ટાફ સથે ઉપસ્થિત રહ્યા હતા. મંડળ પ્રમુખ રણધીર સિંહ સીસોદીયા અને માઈ મંડળ નાં સૌ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર માઈ મંડળ ચોક માં ની આરાધના સાથે દેશ ભક્તિ નાં રંગે રંગાઈ ગયો હતો.

પત્રકાર -પંકજકુમાર કે. પરમાર વિજયનગર