વિરાવાડા ખાતે જિલ્લા કક્ષાના વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૫ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠામાં વન વિભાગ હિંમતનગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં સરસ્વતી કોલેજ ઓફ સાયન્સ, વિરાવાડા ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે વન્યપ્રાણીઓના સંરક્ષણ અને તેમના નિવાસસ્થાનોના રક્ષણ વિશે જાગૃતિ જરૂરી છે. વન્યજીવનની વિવિધતા અને વન સંપત્તિનું રક્ષણ કરવાની જવાબદારી સૌની સહિયારી છે.
આ કાર્યક્રમમાં ગીર ફાઉન્ડેશન વાઇલ્ડ લાઇફ એક્સ્પર્ટના સાયન્સટીસ ડૉ.સંદિપ મુંજપરાએ વન્યપ્રાણી અને સહ અસ્તિત્વની થીમ ઉપર પ્રેઝન્ટેશન આપ્યું હતું.

આ સાથે વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી નિમિત્તે વન વિભાગ દ્વારા વાઇલ્ડ લાઇફ અંગે સમજુતી અપાઇ હતી.તેમજ આસપાસ વિસ્તારમાં વન્યપ્રાણીઓ નજરે પડે તો તાત્કાલીક વન વિભાગની ટીમને જાણ કરવા જણાવાયું હતું. જાહેર જનતા માટે ઉપલબ્ધ કરવામાં આવેલ વન્યજીવોના બચાવ ,રાહત અને ફરીયાદના નિવારણ માટેની વન વિભાગની હેલ્પલાઇન ૧૯૨૬ અને ૮૩૨૦૦૦૨૦૦૦ અંગે જણાવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી વિ.ડી.ઝાલા,તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભુમિકાબેન પટેલ,નાયબ વન સંરક્ષકશ્રી પી.જે.ચૌધરી,મદદનીશ વન સંરક્ષક શ્રી વી.આર.ચૌહાણ, સરસ્વતી એજ્યુકેશન સંસ્થાન ટ્રસ્ટ્રીશ્રી કનુભાઇ પટેલ,વિરાવાડા કોલેજના આચાર્યશ્રી,પરીક્ષેત્ર વન અધિકારીશ્રી એ.એમ.સિસોદીયા, ૧૯૬૨ પશુ હેલ્પલાઇન અને જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, સાબરકાંઠા માંથી પ્રતિનિધીશ્રી,સામાજિક વનિકરણ હિંમતનગરના આરએફઓ,વનપાલ,વનરક્ષક તેમજ કોલેજ સ્ટાફ, વિધાર્થીઓ કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા હતાં.
