વિજયનગર એમ. એચ. હાઈસ્કૂલ ના મેદાન ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વિજયા દશમી ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી.

આજ રોજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ વિજયનગર તાલુકા દ્વારા વિજયા દશમી ઉત્સવ અને શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ વિજયનગર નેક નામદાર મહારાજ વિજય વર્ધનશ્રી નાં અતિથિ વિશેષ નાં અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો.

આ કાર્યક્રમ માં પ્રાંત અધિકારી બાબુભાઇ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બૌધિક આપ્યું હતું. કાર્યક્રમ નાં અતિથિ વિશેષ મહારાજ વિજય વર્ધનશ્રી એ સ્વયં સેવક સંઘ નાં કાર્યક્રમ ને બિરદાવ્યો હતો.

તો બાબુભાઇ ચૌધરી દ્વારા પોતાના બૌધિક માં સ્વયં સેવક દ્વારા પોતાના સ્વ ધર્મ બજાવવું તેમજ રાષ્ટ્ર ધર્મ બજાવવા અનુરોધ કરવામાં આવ્યું હતું.

અને સૌ સમાજ એક થાય હિન્દુ ધર્મ નું રક્ષણ કરવા સૌને આહવાન કર્યું હતું. આ કાર્યક્રમ માં વિજયનગર તાલુકા નાં સૌ પ્રતિષ્ઠિત આગેવાનો માતાઓ બહેનો અનેબાળકો અને મોટી સઁખ્યામાં સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા.


આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વિજયનગર તાલુકા કાર્યવાહક સુરેશભાઈ પંચાલ તેમજ ઇડર હિન્દુ જાગરણ મંચ નાં અધ્યક્ષ વિજયસિંહ ઝાલા દ્વારા બહુ મહેનત કરવામાં આવી હતીઆ કાર્યક્રમ દરમ્યાન શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો શાસ્ત્રી હેમન્તભાઈ દ્વારા મઁત્રોચાર કરી શસ્ત્ર પૂજન .કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ બાદ ચા અને અલ્પાહાર લઈ બધા છુટા પડ્યા હતા.



પત્રકાર -પંકજકુમાર કે. પરમાર વિજયનગર