મહાન આદિવાસી રાજા શિરોમણી રાણા પુંજા ભીલ ની જન્મ જ્યંતી ની આંતરસુંબામાં ઉજવણી.

મેવાડ જનજાતિ નાં શિરોમણી હલ્દી ઘાટી યુદ્ધ માં મહારાણા પ્રતાપ નાં સહયોગી મહાન યોદ્ધા રાણા પુંજા ભીલ ની જનજ્યંતી ની આજ રોજ આંતરસુંબા માં ઉજવણી કરવામાં આવી હતી.

આદિવાસી સમાજ નાં આગેવાનો એ એમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા અને એમના અમૂલ્ય યોગદાન ને યાદ કર્યું હતું. મોટી સઁખ્યા માં આદિવાસી સમાજનાં સમાજજનો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા આંતરસુંબા સરપંચ કલ્પેશભાઈ ભગોરા અને એમની યુવાન મિત્રો ની ટીમે ખુબ મહેનત કરી હતી.

પત્રકાર -પંકજકુમાર કે. પરમાર વિજયનગર