‘અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ યાત્રા-2025’

અંબાજી પદયાત્રા માર્ગ પર જોવા મળતા કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાના ઉદ્દેશથી 100 જેટલા સ્વયંસેવકો-વાહનોને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-GPCBના ઉપક્રમે ગાંધીનગર ખાતેથી પ્રસ્થાન કરાયું…

અંબાજી પદયાત્રીઓને 10 પ્લાસ્ટિકની બોટલ સામે એક સ્ટીલની બોટલ અપાશે; વિવિધ ઉદ્યોગો દ્વારા 10,000 સ્ટીલ બોટલનું વિતરણ કરાશે…

GPCB દ્વારા વર્ષ 2011થી વિવિધ સંસ્થાઓની મદદથી પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવાનું મિશન; સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગેની જાગૃતિ માટે 50થી વધુ શેરી નાટક ભજવાશે…

