ખેડબ્રહ્મા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આત્મા પ્રોજેક્ટ ઘ્વારા ખેડૂત–વૈજ્ઞાનિક પરિસંવાદનું આયોજન કરાયુ
**
સાબરકાંઠા જિલાના ખેડબ્રહ્મા તાલુકાના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આત્મા પ્રોજેક્ટ ઘ્વારા ખેડૂત–વૈજ્ઞાનિક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કૃષિ ક્ષેત્રના વૈજ્ઞાનિકશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઘ્વારા આધુનિક કૃષિ પદ્ધતિ, નવી ખેત ટેકનોલોજી તથા પાક ઉત્પાદન વધારવા માટેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. અહીં ઝીરો બજેટ ખેત પદ્ધતિ એટલે કે પ્રાકૃતિક કૃષિ અંગે પણ વિગતવાર ચર્ચા કરાઈ હતી.
આ પરિસંવાદમાં આત્મા પ્રોજેક્ટ નો સ્ટાફ, કૃષિ સખી, સીઆરપી મિત્રો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

