સેવા પખવાડિયા અંતર્ગત અંદ્રોખા મુકામે રક્તદાન કેમ્પ યોજાઈ આજરોજ વિજયનગર ભાજપ મંડલ દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ નાં જન્મદિવસ નાં ઉપલક્ષ માં સેવા પખવાડિયા નાં જે સેવા કાર્યો થાય છે એના ભાગ રૂપે રક્તદાન કેમ્પ નું આયોજન દલીબા નર્સીંગ કોલેજ અંદ્રોખા મુકામે યોજાયું હતું.

આ કાર્યક્રમ માં રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા પૂર્વ ધારાસભ્ય અસ્વિનભાઈ કોટવાલ પૂર્વ જિલ્લા પ્રમુખ ધીરજભાઈ પટેલ જિલ્લા ભાજપ મંડલ પ્રમુખ કનુભાઈ પટેલ સિનિયર આગેવાન નટવરસિંહ ભાટી. સુરેશભાઈ પટેલ. આર. કે. પટેલ શિક્ષણ સંકુલ અંદ્રોખા નાં ટ્રસ્ટી ર્ડો હિતેષભાઇ પટેલ. ભાજપ મંડલ પ્રમુખ ર્ડો પરેશભાઈ પટેલ. મહામઁન્ત્રી કિરીટભાઈ સડાત. પ્રધ્યુંમન સિંહ ભાટી મયુરભાઈ શાહ અલ્પેશભાઈ ડાભી જીતુભાઈ કટારા તેમજ પાર્ટી નાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા ર્ડો ભદ્રેશભાઈ મહેતા અને એમની ટીમ હાજર રહી .ત્રીમૂર્તિ વોલન્ટ્રી બ્લડ બેંક ઇડર દ્વારા બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.આ કેમ્પ માં 75 બોટલ એકત્ર થયું હતું આ કાર્યક્રમ નાં અંતે વિજયનગર ભાજપ મંડલ પ્રમુખ પરેશભાઈ પટેલ દ્વારા આ રક્તદાન કેમ્પ માં સહભાગી થવા બદલ સૌ નો આભાર માન્યો હતો.

પત્રકાર -પંકજકુમાર કે પરમાર વિજયનગર