પર્યાવરણની જાળવણી માટે માટીની મૂર્તિનું નિર્માણ કરતી કુકડીયાની બહેનો

**
ગણેશોત્સવમાં ઇકોફ્રેન્ડલી મૂર્તિઓનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન કરે છે.
*
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના નાનકડા ગામ કુકડિયાની બહેનોનુ પ્રમુખ શિવ શક્તિ સખી મંડળ તેની ઇકોફ્રેન્ડલી ભગવાન ગણેશની મૂર્તિઓ માટે જાણીતુ બન્યુ છે. પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ (પી.ઓ.પી)ની મૂર્તિ નુકશાનકારક છે. જેથી આ સખી મંડળની બહેનો દ્રારા કુદરતી માટીમાંથી બનાવેલી મૂર્તિઓનુ નિર્માણ કરાય છે જે પર્યાવરણ માટે સાનૂકુળ છે.

આ સખી મંડળમાં કામ કરતા વનિતાબેન જણાવે છે કે, ત્રણ વર્ષથી આ રીતે પ્રતિમાઓનુ નિર્માણ કરે છે જેમા ગામની ૧૦ બહેનો જોડાયેલ છે. આ બહેનો અખાત્રીજથી રક્ષાબંધન સુધી પ્રતિમાઓ બનાવે છે અને જેમ જેમ ઓર્ડર મળતા જાય તેમ આ પ્રતિમાઓને સુશોભિત કરે છે આ સુશોભન માટે સાદા વોટર કલરનો ઉપયોગ થાય જે ઇકોફ્ર…
